Sunday, March 20, 2016

દૂધમાં ભેળસેળથી દેશ સ્વસ્થ નહિ પણ અસ્વસ્થ બનશે

દૂધમાં ભેળસેળ પર સતત ચિંતા વ્યક્ત કરવા છતાં આ હકિકત હેરાન કરનારી છે કે દેશમાં અડસઠ ટકા લોકો ખાદ્ય નિયામક પ્રાધિકરણના માનકો પર યોગ્ય નથી ઉતર્યા. તેમાં યુરિયાથી લઈને કોસ્ટિક સોડા, ડિટર્જેન્ટ પાવડર, નકલી ચીકણાઈ, સફેદ રોગન વગેરે તમામ પ્રકારના રસાયણ મળેલા હોય છે. તે ઝેરીલા તત્વો જીવનદાયી દૂધમાં ધીમે જીવલેણ ઝેરમાં તબ્દીલ કરીને તેને વિભિન્ન ગંભીર રોગોના જનક બનાવી દે છે. બુધવારે લોકસભામાં કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી હર્ષવર્ધને દૂધમાં ભયાનક ભેળસેળ પર ચિંતા વ્યક્ત કરતાં તેને રોકવા માટે ટેકનીકના વિકાસનો દાવો કર્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે એવી ટેકનીક હાલમાં કોઈ અન્ય દેશમાં ઉપલબ્ધ નથી. ભેળસેળની થોડી માત્રાને પણ ઓળખી કાઢવામાં સક્ષમ આ અત્યંત કિફાયતી ટેકનીકથી માત્ર ચાલીસ-પિસ્તાલિસ સેકન્ડમાં દૂધના નમૂનાની તપાસ થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ માત્ર પાંચથી દસ પૈસા જ આવે છે. પણ સવાલ એ છે કે શું માત્ર કોઈ ટેકનીકના ભરોસે ભારત જેવા વિશાળ દેશમાં મોટા પાયે દૂધમાં થનારી ભેળસેળને રોકી શકાય છે? અત્યારસુધી આ ભેળસેળને ઓળખવા માટે રાસાયણિક પ્રક્રિયા અપનાવવામાં આવે છે અને તેમાંથી પસાર થઈને દૂધ સંયંત્રો અને સહકારી સમિતિઓનું દૂધ ગ્રાહકો સુધી પહોંચતું રહે. તો પણ જો દેશમાં વેચાનારા અડસઠ ટકા દૂધ ભેળસેળયુક્ત છે તો તે ઘણો મોટો ચિંતાનો અને દૂધની શુદ્ધતા સુનિશ્ચિત કરવાના ઉપાયો પર પૂનર્વિચાર કરવાનો વિષય ન હોવો જોઈએ?
તેથી, સરકારે સાંસદોને પોતાના સંસદીય વિસ્તારમાં સાંસદ ફંડમાંથી દૂધ ભેળસેળ ઓળખવાની આ નવી ટેકનોલોજી પહોંચાડવાનું સૂચન કર્યું છે અને સાથે જ જીપીએસ આધારિત એક અન્ય ટેકનોલોજી વિકસિત કરવાની વાત કરી છે જેનાથી ખબર પડી શકે કે સપ્લાય દરમિયાન કઈ જગ્યા ઉપર દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે દૂધની ભેળસેળ અસલમાં આ ધંધામાં વ્યક્તિની લાલચની ભેળસેળ સાથે જોડાયેલી સમસ્યા છે. દરેક ટેકનોલાજીની પોતાની મર્યાદાઓ હોય છે અને આ મર્યાદા ભેળસેળ કરનારાઓની લાલચ પર લગામ લગાવી શકશે, તેમાં શંકા છે. તેને ધ્યાનમાં રાખીને આ વિકરાળ સમસ્યાને સમગ્ર રૂપમાં જોઈને દૂધ ઉત્પાદનથી લઈને તેને ગ્રાહકો સુદી પહોંચાડવા સુધીની સમગ્ર પ્રણાલિ ઉપર ચાંપતી નજર રાખતું તંત્ર વિકસાવવું જોઈએ.
આ એટલા માટે પણ જરૂરી છે કે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને અહીં રોજના બે લાખ ગામોમાંથી દૂધ એકત્રિત કરવામાં આવે છે. આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુદૃઢ કરવામાં ડેરી ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. આટલા મોટા અને મહત્વપૂર્ણ વ્યવસાય હોવા છતાં દૂધની ગણવત્તા ઉપર નજર રાખવા માટે તંત્રનો દેશમાં લગભગ અભાવ જ છે.
આ દિશામાં પોતાના પ્રકારનો પહેલો પ્રયાસ ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે ૨૦૧૧માં દેશમાં અઠ્ઠાવીસ રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૂધની ગુણવત્તા તપાસવા માટે કર્યો હતો, જેમાં સત્તર ટકા નમૂના માનકો પર યોગ્ય નહોતાં ઠર્યાં. આ સર્વેના પરિણામ પર થોડી-ઘણી ચિંતા વ્યક્ત કર્યા બાદ દૂધ ઉદ્યોગને ફરી ભેળસેળીયાઓના ભરોસે છોડી દેવાયો. આપણે ન ભૂલવું જોઈએ કે ભારતે સૌથી વધારે શાકાહારી આબાદી ધરાવતો દેશ પણ છે અને આ વિશાળ જનસંખ્યા માટે દૂધ અને દૂધ ઉત્પાદન જ પ્રોટીનનું મુખ્ય સ્રોત છે. જો આ સ્રોતમાં પ્રોટીનના બદલે ઝેરીલું રસાયણ મળશે તો શું આપણે ક્યારેય સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીશું?
-અભિજિત
20-03-2016

No comments:

Post a Comment