Tuesday, March 1, 2016

આતંકવાદીઓનો ખોરાક એટલે આપણો ડર

દહેશત ફેલાવનારા ન તો આતંકવાદની શરૂઆત કરે છે, અને ન તેમનો અંત. આતંકવાદ જ્યારે પોતાનો આધાર બનાવે છે, તો તેને વધારે પ્રભાવિત કરવા માટે આપણી એટલે કે આતંકવાદનો શિકાર બનનારા લોકોની જરૂરિયાત હોય છે. આપણે ત્રણ રીતે તેમના મનસુબામાં આપણો સહયોગ આપીએ છીએ. સૌથી પહેલા આપણે ભયભીત થઈએ છીએ (આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે, જેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ છે). પછી આ ડરને આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ. આ ક્રમમાં આપણા પ્રતિ પણ થોડા અમાનવીય થઈ જઈએ છીએ. આ રીત ક્યારેક ક્યારેક અતિરંજિત પણ થઈ જાય છે, જ્યારે જો આપણે ઈચ્છીએ તો પણ તેને નકારી શકીએ છીએ. અને ત્રીજું, આપણે તેને સંપૂર્ણ તાના-બાનાની જ ચોટ પહોંચાડીએ છીએ, જેનાથી આપણો સમાજ આપસમાં ઉંડાણ સુધી જોડાઈ જાય છે.
દુનિયાના અલગ અલગ ભાગોમાં હાલના દિવસોમાં થયેલા ઘણાં આતંકવાદી હુમલાઓ બાદ અને કથિત ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ની સતત ધમકીઓને કારણે માત્ર સરકારી અધિકારી કે પોલીસ જ નથી, આપણે સૌ હાઈ એલર્ટ પર છીએ. ટ્રેનમાં કોઈ ખૂણામાં બેગને જોતાં જ આપણા મગજમાં એ ઘૂમરાવા લાગે છે કે, ક્યાંક તેમાં બોમ્બ તો નથી ને. આપણે એ નથી વિચારતા કે જાહેર પરિવહનમાં આ પ્રકારના સાધનોમાં કંઈ પણ હોઈ શકે છે. આ રીતે, એરપોર્ટ પર પરસેવાથી તરબતર કોઈ વ્યક્તિ દેખાય તોય શું તે એટલા માટે આવો છે કે વિમાનમાં મુસાફરી જતાં ડર લાગે છે અથવા તો તે કોઈ હુમલો કરવાની તૈયારીમાં છે? આ પ્રકારની સ્થિતિઓમાં આપણે યથાર્થવાદી થવાની જરૂરિયાત છે, ન કે કોઈ ખરાબ રીતે ભયભીત થવાની.
આખરે કેમ ડરીએ છીએ? આપણે બસ એ યાદ રાખવું જોઈએ કે, આતંકવાદ એક અસામાન્ય ઘટના છે. યથાર્થવાદી રહેવાથી આપણે આવનારા દિવસોને લઈને અપેક્ષાકૃત વધારે સુખ મહેસૂસ કરાવી શકે છે. આ કોઈ નિર્દોશ વ્યક્તિને ડરાવવાની કે તેનાથી ધૃણા કરવાથી પણ આપને રોકી શકે છે. જેમ કે કોઈ મુસ્લિમ યુવકને માત્ર એટલા માટે ટ્રેનથી ઉતારી મૂકવામાં આવે છે, કેમ કે, તે પોતાના આઈ-પેડનો શંકાસ્પદ ઉપયોગ કરી રહ્યો હોય છે. ત્યાં સુધી કે સાત જુલાઈ ૨૦૦૫ની આતંકવાદી ઘટનાનો પ્રભાવ (જેણે લંડનની મેટ્રો રેલ લાઈનો અને એક બસમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી વિસ્ફોટ કર્યા હતા) આ દેશમાં હજુ સુધી જોવા મળે છે, કેમ કે આપણે આજે પણ નિર્મમ છીએ, જાણે આપણા પર વજ્રપાત થવાનો છે અથવા આપણને આતંકી પોતાનો શિકાર બનાવવાના છે.
સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે એક અન્ય કારણ પણ છે. હકીકતમાં, વ્યાપક પ્રભાવ નાખવા માટે તકવાદીઓ આપણા તણાવનો ફાયદો ઉઠાવી શકે છે. એ સારી વાત છે કે હિંસક કટ્ટરવાદીઓની સરખામણીમાં એવા લોકોની સંખ્યા વધારે છે, જે બસ શરારતી તત્વો અથવા પોતાની તરફ ધ્યાન ખેંચવાના હેતુમાં આ પ્રકારના કામ કરે છે. જોકે આ શરારતી તત્વ પણ ઓછા પ્રભાવિત નથી કરતાં. મતલબ કે, લોસ એન્જેલસમાં ગયા પખવાડિયે લગભગ એક હજાર શાળાઓ એટલા માટે બંધ કરી દેવાઈ, કેમ કે, કોઈએ ઈ-મેઈલ કરીને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યાં છ લાખથી વધારે બાળકો અભ્યાસ કરે છે. આ રીતે, ગયા સપ્તાહે એર ફ્રાન્સના પ્લેનને તાત્કાલિક ઉતરાણ કરાવવું પડ્યું, કેમ કે, તેના શૌચાલયમાં એક શંકાસ્પદ પેકેટ જોવા મળ્યું હતું. આ પેકેટની કથિત તસ્વીરો ઓનલાઈન શેર કરાઈ. તસ્વીરો એવી હતી, જાણે તે અસલમાં બોમ્બ જ છે. પણ કલાકો બાદ તે પેકેટની અસલિયત સામે આવી ગઈ. હકીકતમાં, આ કોઈની શરારત હતી.
શું આ પ્રકારની ઘટના પર પ્રતિક્રિયા આપવાની બીજી રીત પણ છે? વિમાનમાં હાજર મુસાફરોમાં કોઈ ઠંડા દિમાગથી વિચારીને પાયલટને એ સલાહ નહિ આપી હોય કે આ પેકેટને લઈને તેમણે ચિંતા ન કરવી જોઈએ અને કંઈક સારાની આશા રાખવી જોઈએ. પાયલટે તે જ કર્યું જે તેણે કરવું જોઈતું હતું. પણ કેન્યા એરપોર્ટ ઓથોરિટીએ પોતાના શરૂઆતના નિવેદનોમાં કોઈ શંકાસ્પદ પેકેટની જગ્યાએ બોમ્બ શબ્દનો ઉપયોગ કર્યો, જે તરત જ એક તથ્યના રૂપમાં પ્રસારિત થવા લાગ્યો. એક તંત્રીએ અંગ્રેજીના મોટા મોટા અક્ષરોમાં બ્રેકિંગ ન્યૂઝ લખીને આ સમાચારને કંઈક એવી રીતે રજૂ કર્યા- આ છે કેન્યામાં ઉતરાણ કરાયેલા એર ફ્રાન્સના પ્લેનમાં મળેલા બોમ્બની તસ્વીર. આ ટિ્‌વટને ૧૧૫ વાર રી-ટિ્‌વટ કરાઈ હતી. આ ઘટનાનો સૌથી મોટો પાઠ એ છે કે, અધિકારી, પત્રકાર અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરનારાઓ લોકો સંવેદનશીલ બનીને આતંકી ઘટનાઓન આશંકા ધરાવતા સમાચારોને શેર કરે. આતંકવાદ ખૂબ જ અસામાન્ય છે, પણ બોમ્બથી ડરવું અને ડરાવવું સામાન્ય.
રહી વાત શાળાઓ બંધ કરવાની, તો એ ધ્યાન રાખવું જોઈએ કે, ન્યૂ યોર્કના એક જિલ્લા સ્કૂલને પણ તે દિવસે આ પ્રકારની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી, પણ કોઈ સ્કૂલને બંધ ન કરાવી. લોસ એન્જેલસમાં સુરક્ષા દળોની પ્રતિક્રિયા પર ન્યૂ યોર્કના પોલીસ કમિશનર વિલિયમ જે બ્રેટોને કહ્યું કે, મારું માનવું છે કે, તેમણે બિન જરૂરી ઉતાવળ કરી.
તેમાં કોઈ બેમત નથી કે આતંકવાદ એક સચ્ચાઈ છે, પણ તેની ગિરફ્તમાં આવવાના બદલે વદુ લોકોએ તેને લઈને સાવચેત રહેવું પડશે. હકીકતમાં, તેની સાથે બે સમસ્યા છે. પહેલી એ કે, સાવચેતી અને ઉન્માદમાં અંતર બરાક ઓબામાના ભૂતપૂર્વ સહયોગી કેસ સંસ્ટેને લખ્યું છે કે, થોડીઘણી વધારે અપેક્ષા કરવાના કારણે લોકોમાં આતંકવાદ ઉપર જરૂરિયાત કરતાં વધારે પ્રતિક્રિયા આપવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. સંભવિત પરિણામો પર
પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે, તેનો પ્રભાવ ખૂબ જ ઓછો થશે. તેઓ કહે છે કે, આતંકી આપણી આ માનસિકતાનો ફાયદો ઉઠાવે છે અને આપણા અતિરંજિત ડરને હથિયાર બનાવીને તેનો ઉપયોગ આપણા વ્યવહાર બદલવામાં કરે છે. અને બીજી સમસ્યા તે નુકશાન છે, જે સંદેહનું વાતાવરણ બનાવવાથી થાય છે. આ ભય, અસંતોષ અને અલગાવની ભાવના પેદા કરે છે, જે કટ્ટરતા પણ વધારે છે. તે આપણને યુદ્ધથી વિસ્થાપિત થઈ રહેલા લોકોને અપનાવવાથી પણ રોકી રાખે છે. તે આપણા સામાજિક તાણાવાણાની બુનિયાદને નુકશાન પહોંચાડે છે, અને તે એ જ નુકશાન છે, જે આતંકીઓ ઈચ્છે છે.
એટલેકે સાર એટલો જ છે કે આતંકીઓ આપણી મદદ વગર સફળ નથી થઈ શકતા. હવે આપણે નક્કી કરવાનું છે કે શું આપણે તેમની મદદ કરીશું?
-અભિજિત
01-03-2016

No comments:

Post a Comment