Saturday, March 19, 2016

સરકારની નીતિમાં સંઘની દરમિયાનગીરી વ્યાજબી ?

રાજસ્થાનના નાગૌરમાં પોતાની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના ત્રણ દિવસીય સંમેલન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોગ્ય ફરમાવ્યું છે કે સંપન્ન વર્ગોની અનામતની માગણી વ્યાજબી નથી. સંઘનું આ વલણ ઘણાં કારણોસર મહત્વનું છે. એક તો એ કે ઘણાં રાજ્યોની સાથે-સાથે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી નીતિ નિર્ધારની પ્રક્રિયામાં સંઘની ભૂમિક વધી ગઈ છે. બીજું, આ નિવેદનના આધારે સંઘે અનામતની બાબત પર પોતાના અંગે ઊભી થયેલી પ્રચલિત ધારણાને તોડવાનો પ્રયાસ કર્યો છે. ત્રીજું, આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હરિયાણામાં ઓબીસી અનામત માટે જાટોના ઉગ્ર આંદોલનને હજુ એક મહિનો પણ નથી થયો અને તે ફરી ટકરાવ પર આવવાનું દેખાય છે.
ભાજપની હરિયાણા સરકારે આંદોલનની આગળ નમી જઈને માગણી પર વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું હતું અને વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સમિતિએ આ મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો છે. શું સંઘના જાહેર વલણની અસર જાટ સમુદાયની માગણીથી નિપટવાનો ખટ્ટર સરકારના રીત-વલણ પર પડશે? સમિતિ કયા પરિણામ પર પહોંચશે? સંઘના હાલના નિવેદન ખૂદ સંઘની પોતાના વિચાર અને છબિના કારણે પણ મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીની ગરમાગરમીના દિવસોમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતના એક નિવેદન ખાસ વિવાદનો વિષય બન્યું છે. તેમણે જાતિગત અનામતની પ્રાસંગિકતા ઉપર સવાલ ઉઠાવતા અનામતની અધિક સુસંગત નીતિ બનાવવા માટે બિન-રાજકીય વિશેષજ્ઞોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. તેમના આ નિવેદન પર મચેલી બબાલનું પરિણામ એ આવ્યું કે લાલુ પ્રસાદ તથા નિતિશ કુમાર માટે પછાતને પોતાના તરફ આકર્ષવાનું સરળ થઈ ગયું, તથા સફાઈ આપતાં આપતાં ભાજપ હારી ગયો.
એટલે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગની અનામત સ્પષ્ટ અને પરિભાષિત છે. પછાત વર્ગનું અનામતનો દાયરો જરૂર જ્યારે-ત્યારે વિવાદ અને ઝઘડાનો મુદ્દો બની જાય છે. મતના રાજકારણની તેમાં પોતાની રમત હોય છે. જાટોને કેન્દ્રીય સેવાઓમાં ઓબીસી અનામત આપવાના યુપીએ સરકારના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે વર્ષ પહેલાં રદ્દ કરી દીધો છે. કોઈ સમૂદાય ઓબીસી અનામતનો હક્કદાર છે કે નહિ, તેના માટે પહેલા રાષ્ટ્રીય પછાત વર્ગ પંચનું સૂચન લેવું જોઈએ. પણ ભલે જાટ હોય કે ગુજરાતના પાટીદાર કે આંધ્રના કાપુ, તે રાજકીય દબાણ નાંખીને, ઘણી વાર લાગે છે કે રાજ્ય વ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકીને અનામત મેળવી લેવા માંગે છે.
આ રીતે તો અનામતના લાભાર્થીઓની યાદીનો કોઈ અંત નહિ આવે. પણ તેમની માંગને ફગાવતા પણ તેની પાછળ છૂપાયેલા અસંતોષને સમજવાનો પ્રયાસ થવો જોઈએ. પછી ભલે જાટ હોય, પાટીદાર હોય કે કાપુ કે ખેતી-ખેતીવાડી કરનારા પરંપરાગત રૂપથી સશક્ત રહેલા અન્ય સમૂદાય, તે ક્યારેક પોતાની આત્મછબિ પછાતના રૂપમાં નહોતા જોતા, પણ ખેતીમાં ખોટનો ધંધો બનાવવાના કારણે તેમની મોટી સંખ્યા આજે ખૂદને ઠગેલી મહેસૂસ કરે છે. પછી, સરકારી નોકરીઓમાં સરસ પગાર, સમયબદ્ધ પ્રમોશન અને રોજગારીની સુરક્ષા રહે છે, જો કે ખાનગી ક્ષેત્રની સાધારણ નોકરીઓ અને નાના-મોટા સ્વરોજગારમાં નહિ. એટલા માટે સરકારી નોકરીઓ માટે મારામારી દેખાય છે અને અનામત માટે પણ. પરંતુ અનામત સૌના માટે ન હોઈ શકે. એટલે અનામતના નામ પર ઊભો થનાર અસંતોષનું સમાધાન એ જ છે કે બિન-સરકારી ક્ષેત્રોમાં પણ વધારે તથા શ્રેષ્ઠ તકો ઊભી થાય.
-અભિજિત
19-03-2016

No comments:

Post a Comment