Monday, March 7, 2016

પરિવર્તનનું સોનેરી સોણલું સાકાર થશે !



વડાપ્રધાને ગયા અઠવાડિયે લોકસભામાં બોલતા સાંભળીને અનેરો રોમાંચ અને આનંદ થયો. એટલા માટે કે ગયા દિવસોમાં તેઓ કંઈક વધારે જ મૌનરહ્યા અને તેમના મંત્રીઓ કંઈક વધારે જ બોલવા લાગ્યા છે અને જ્યારે પણ બોલ્યા તેમના મોંમાંથી એવી વાત નીકળી છે, જેનાથી મોદી સરકારની છબિ બગડતી ગઈ છે. વડાપ્રધાને પોતાની ચૂપકીદી ત્યારે પણ નહોતી તોડી, જ્યારે કોઈ મંત્રીએ મુસલમાનોનું વર્ણન નફરતભર્યા શબ્દોમા કર્યું છે અથવા તેમને પાકિસ્તાન ભગાડી મૂકવાની ધમકી આપી છે. આ નફરત ક્લબના નવા સભ્યબન્યા છે માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રી રામ શંકર કઠેરિયા. મંત્રીજીએ ગયા દિવસોમાં આગ્રામાં ભાષણ આપ્યું જેમાં અખબારોના અહેવાલ પ્રમાણે, તેમણે મુસલમાનોને રાવણની ઓલાદકહી અને અંતિમ યુદ્ધશરૂ કરવાની ધમકી આપી દીધી. વડાપ્રધાન મૌન રહ્યા, પણ ગૃહમંત્રીએ પોતાના સાથીને ટોકવાના બદલે શાબાશી આપી. 
આવું જો રાજનાથ સિંહે એવું વિચારીને કર્યું કે ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણીઓથી તેનો લાભ મળશે ભારતીય જનતા પાર્ટીને, તો તેમના વિચાર તદ્દન ખોટાં સાબિત થશે. ભારત બદલાઈ ગયું છે, ભારતના નવયુવાન બદલાઈ ગયા છે અને હવે તેમના માટે રોજગારની ચિંતા હિન્દુ-મુસ્લિમ ઝઘડાંથી ઘણી વધારે મહત્વ રાખે છે. રહી વાત અયોધ્યામાં તે રામ મંદિરની તો તેને પણ લગભગ ભૂલાવી દેવાઈ છે. શું વડાપ્રધાન ભૂલી ગયા છે કે તેમને જનાદેશ શેના માટે મળ્યો હતો? શું ભૂલી ગયા છે કે પરિવર્તન અને વિકાસના નામ પર મળ્યો હતો આ જનાદેશ? શું એ પણ ભૂલી ગયા છે કે ત્રીસ વર્ષ બાદ પહેલા વડાપ્રધાન બન્યા, જેમને પૂર્ણ બહુમત મળ્યો, કેમ કે મતદારો એક પ્રકારથી સંદેશા એ મોકલી રહ્યા હતા કે તેમનો ભરોસો હવે જૂની આર્થિક નીતિઓમાં નથી રહ્યો? 
લોકસભામાં મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ગરીબીના મૂળિયાં કોંગ્રેસે પોતાના સાંઈઠ વર્ષના લાંબા રાજમાં એટલી મજબૂતીથી જડી દીધાં છે કે મોદીને ઉખાડી ફેંકવું સરળ હશે અને ગરીબીના મૂળિયાં ઉખાડવાં લોઢાનાં ચણા ચાવવા જેવું સાબિત થશે. આ વિચારને જો આગળ વધારીને પ્રજાને એ પણ બતાવી શકાય છે જે સમાજવાદી આર્થિક નીતિઓ પર આજે પણ સોનિયા અને રાહુલ ગાંધી ગર્વ કરે છે, તેમની મુખ્ય ઉપલબ્ધિ એ જ રહી છે કે રાજનેતા અને વરિષ્ઠ અધિકારીઓ બિઝનેસ કરવામાં વ્યસ્ત રહ્યા અને બિઝનેસ કરનારા લોકોને દેશના લૂંટારૂં કહીને બદનામ કરવામાં આવ્યા છે. અલસી લૂંટારૂં કોણ છે, તે પ્રજા સારી પેઠે જાણે છે. એટલા માટે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ નિષ્ફળ રહ્યા, જ્યારે તેમણે અંબાણી-અદાણીનું નામ મોદીના નામ સાથે જોડવાનો પ્રયાસ કરી લોકસભા ચૂંટણીમાં મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો. એવું લાગે છે કે અર્થવ્યવસ્થાની દુનિયામાં સૌથી આગળ દોડી રહી છે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છવાયેલી રહેવા છતાં કદાચ એ વાત સાચી પણ છે. પરંતુ આ વાત પણ એકદમ સાચી છે કે આપણે ભારતવાસીઓને અર્થવ્યવસ્થામાં હજુ પણ સ્થિરતા નથી દેખાઈ રહી. એટલે કે અત્યાર સુધી ન રોજગાર ક્ષેત્રમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે અને ન તો ભારતના ઉદ્યોગ જગતમાં બહાર આવવાની શક્યતા દેખાઈ રહી. ભારત સરકારના આંકડા ભલે કશું પણ કહેતા હોય, હકીકત એ છે કે જે માયૂસી સોનિયા-મનમોહનના સમયના અંતિમ વર્ષોમાં અર્થવ્યવસ્થામાં ફેલાઈ હતી, તે આજે પણ મહેસૂસ થાય છેે. શું એ કારણ છે કે ફરી એકવાર સમાજવાદી અને વામપંથી અવાજ બૂલંદ થવા લાગ્યો છે? 
કનૈયા કુમાર જ્યારે તિહાર જેલથી પાછો જવાહરલાલ યુનિવર્સિટી (જેએનયુ) પહોંચ્યો તો તેણે પોતાના પહેલાં ભાષણમાં એવી વાત કરી, જેને સાંભળીને સિત્તેરના દાયકાની યાદ આવી ગઈ. સમાજવાદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, સ્ટાલિન અને લેનિનને હીરોના રૂપમાં રજૂ કર્યા અને લાલ સલામની વાતો કરી. બિલકુલ એવી વાતો તે જમાનામાં ભારતની યુનિવર્સિટીઓમાં થયા કરતી હતી જ્યારે વિદ્યાર્થીઓને ખબર નહોતી કે ચીનમાં ડેંગશિયાઓ પીંગે માર્કસવાદી આર્થિક નીતિઓને કચરાં પેટીમાં ફેંકી દઈને વિદેશી રોકાણકારોને આમંત્રિત કર્યા હતા. તે સિત્તેરના દાયકામાં આપણે શું જાણતા હતા કે સોવિયેત યુનિયનનું નામોનિશાન મટી જશે અને જર્મનીને બે ભાગોમાં વહેંચતી દિવાલ પડવાની હતી. એવું પણ નહોતા જાણી શકતા હતા કે ત્યારનું પૂર્વ યુરોપે સમગ્ર માર્કસવાદી દેશ પોતાની આર્થિક નીતિઓને ત્યાગ કરીને પશ્ચિમી યુરોપની નકલ કરવાનું છે. 
કનૈયા કુમારનું ભાષણ ખૂબ જ અસરદાર અને ચોટદાર હતું, પરંતુ તેને સાંભળીને એવું લાગ્યું કે જેએનયુમાં તેની વૈશ્વિક ઘટનાઓની ચર્ચાસુદ્ધાં નથી કરી શકાઈ. કનૈયાના આર્થિક વિચારો જૂના પુરાણાં છે. પરંતુ આપણા લગભગ તમામ રાજકીય પક્ષો તે જૂની પૂરાણાં આર્થિક વિચારોમાં અટકીને રહ્યા છે જેના કારણે ભારતની ગણતરી આજે પણ દુનિયાના સૌથી ગરીબ દેશોમાં થઈ રહી છે. મોદીને સમગ્ર દેશના મતદારોએ સંપૂર્ણ બહુમત આપ્યો હતો, કેમ કે ચૂંટણી અભિયાનમાં તેમણે તદ્દન અલગ અંદાજની વાતો કરી હતી. સમૃદ્ધિ-સંપન્નતાની વાતો, ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની વાતો, નવી દિશાઓની વાતો. ઝાો હવે કેમ કરી રહ્યા છે એજ ઘસાયેલી કટાયેલી વાતો જે આપણે અનેકવાર સાંભળી ચૂક્યાં છીએ એવા રાજનેતાઓથી જેમનો મૂળ હેતુ રહ્યો છે પોતાના પરિવારની સેવા નહિ કે દેશ સેવા. 
સચ્ચાઈ તો એ છે મિત્રો કે પોતાના આ મહાન ભારત દેશમાં આપણાં રાજનેતાઓ જેટલાં ધનીક થઈ ગયા છે, એટલાં ધનીક કદાચ આપણા ઉદ્યોગપતિઓ પણ નથી થયા અને તે પણ સમાજવાદના કારણે. અદાણી-અંબાણીને ગાળો દેનારા રાનજનેતાઓની સંપત્તિની તપાસ કરાવાય તો વિશ્વાસ રાખો કે જેટલું કાળું ધન તેમની પાસે છે, એટલું તે બદનામ ઉદ્યોગપતિઓની પાસે પણ નહિ હોય. તો, વડાપ્રધાન સાહેબ, મહેરબાની કરીને તમે એ રાજનેતાઓના નક્શેકદમ પર ન ચાલશો. નહિ તો પરિવર્તનનું તે સપનું તૂટીને ક્યાંક ચકનાચૂર ન થઈ જાય!
-અભિજિત 
07-03-2016

No comments:

Post a Comment