Tuesday, March 8, 2016

રાજકીય અખાડામાં નેતાઓને મૂંઝવતા સવાલો





ભાજપ પ્રમુખ અમિત શાહે ગયા શનિવારે વૃંદાવનમાં પાર્ટીની યુવા પાંખ એટલે કે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોને સંબોધિત કરતાં જેએનયુ પ્રકરણને લઈને ફરીએકવાર રાહુલ ગાંધી પર નિશાન તાક્યું. તેમણે સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી જેએનયુ કેમ ગયા હતા. આ પહેલો અવસર નહોતો જ્યારે આ મામલામાં શાહે રાહુલની આલોચના કરી હોય. તો પછી તે જ કેમ, સમગ્ર ભાજપે ગયા દિવસોમાં રાહુલ પર નિશાન તાકવામાં કોઈ કચાશ રાખી નહોતી. એ સ્વાભાવિક પણ છે. ભાજપ અને કોંગ્રેસ, બંને એક બીજાના પ્રતિદ્વંદ્વી છે. એવામાં રાહુલને ઘસડવાની કોઈ તક ભાજપ કેમ છોડવા માંગશે. પણ શાહના નિવેદનનો સંદર્ભ રાહુલ સુધી મર્યાદિત નહોતો. તેમને લાગ્યું હશે કે જેએનયુની ચર્ચાને ગરમ રાખવાથી ભાજપને રાષ્ટ્રવાદી અને અન્ય શંકાસ્પદોને બીજા ભાગમાં રાખવા અથવા એવું ચિત્રિત કરવામાં સરળતા રહેશે અને તેનો રાજકીય લાભ ભાજપને થશે. બીજી બાજુ, કોંગ્રેસને આશા હશે કે તે વિદ્યાર્થીઓની વચ્ચે પોતાની શાખ વધારી શકશે.
કદાચ રાહુલ ગાંધીનું યુવાન હોવાનું પણ તેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ડાબેરીઓને તો જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કનૈયા કુમારના રૂપમાં એક નવો હીરો મળી ગયો છે. આ જાહેરાત ટેકનીકલ યુગની ખાસિયત છે કે સંદેશો ઝડપથી ફેલાય છે, પણ ઝડપથી ભૂલાઈ અથવા ધૂંધળો પણ પડી જાય છે. શું કનૈયા સાથે ડાબેરીઓની આશા પૂરી થશે, જે છબિ નિર્મિત પ્રસારિત થઈ છેે તે ટકાઉ રહી શકશે? જામીન પર છૂટીને આવ્યા બાદ જેએનયુ પરિસરમાં કનૈયાએ આપેલા લગભગ એક કલાકના ભાષણને ઈલેક્ટ્રોનિક મીડિયાના એક ભાગે સીધું પ્રસારણ કરીને તેને ઘેર-ઘેર પહોંચાડી દીધો. કનૈયાના ઈન્ટરવ્યૂ માટે લાઈન લાગવા માંડી. તેણે વારંવાર ઉચ્ચાર કર્યો કે તેનો આદર્શ રોહિત વેમુલા છે. સ્પષ્ટ છે, આ કથનમાં આંબેડકરવાદી ધારાને ડાબેરીઓ સાથે જોડવાની રણનીતિ છલકતી હોય.
કેટલાંક દિવસોમાં કનૈયાને મળેલા જોરદાર પ્રચારની અસર એ થઈ કે હવે ડાબેરીઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેનો લાભ ઊઠાવવા માંગે છે. પણ આટલી ઝડપથી પરિસરથી બહાર મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશ કરવો કનૈયા માટે યોગ્ય હશે? શું કનૈયા ડાબેરીઓનો ખેવૈયા બની શકશે, કે ડાબેરીઓના હાલના દાયરામાં સમાઈ જશે? વાસ્તવમાં, સવાલ અન્ય પણ છે. શું તે પોતાને લઈને ઉઠેલા વિવાદને કોસો દૂર કરી શકશે? જે આરોપમાં તેની ધરપકડ થઈ હતી, જ્યાં સુધી એની વાત છે, તે અંગે કંઈ કહેવું યોગ્ય નહિ હોય, કેમ કે કેસ અદાલતમાં વિચારાધિન છે. પણ એક સવાલ પર જરૂર ચર્ચા થવી જોઈએ કે શું આપણી શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં રાજકીય પ્રવૃત્તિઓની પરવાનગી આપવી  જોઈએ? આમ આ કોઈ નવો સવાલ નથી, અને આ અંગે હંમેશા બે મત રહ્યા છે. રાજકીય પક્ષો હંમેશા પસંદ  કરે છે કે શૈક્ષણિક સંકુલોમાં રાજકીય પ્રવૃત્તિઓની મંજૂરી હોવી જોઈએ. તેની પાછળ તે લોકશાહીનો તર્ક આપે છે. પણ લોકશાહીના તર્ક તેઓ ત્યારે ભૂલી જાય છે જ્યારે પાર્ટીમાં આંતરિક લોકશાહીની માગણી ઉઠે છે. અસલમાં શૈક્ષણિક સંકુલો પાસેથી પક્ષોને આગળ માટે નવી ફોજ મળે છે, એટલે તે આ સંકુલોનો મોહ નથી છોડી શકતા. પાર્ટીઓનો રોગ આ સંકુલોમાં પણ, વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓમાં બાહુબલિ અને ધનબલના રૂપમાં જોવા મળે છે. તેનાથી વિદ્યાર્થીઓનું શું ભલું થવાનું છે?
-અભિજિત
08-03-2016

No comments:

Post a Comment