Thursday, March 17, 2016

કહાની માલ હરણ લીલાની, ચેનલોની જૂબાની !



ભારતનું ટૉપ મોસ્ટ સ્કેમ! માલ્યા ભાગી ગયા કે ભગાડાયા?’ ‘અઠ્યોત્તેર હજાર કરોડનો ચૂનો લગાવ્યો!’ ‘બધાં જોતાં જ રહ્યા (વડાપ્રધાન મોદી અને તેમની સરકાર સિવાય) અને તેઓ સિફતપૂર્વક નીકળી ગયા!
માલ હરણ લીલાપોતાની વાર્તા કહેતી રહી. વાર્તા એકદમ હિટ હતી. ડઝનબંધી અર્ધનગ્ન સુંદરીઓ, તેમની વચ્ચે એકમાત્ર કેસાનાવા આપણા માલ્યા જી! ક્યારેક ક્રુઝ પર ક્યારેક પ્લેનની સીડીઓ પર પાંચ જમણે અને પાંચ ડાબે કપડાંની જેમ ચીપકેલી સુંદરીઓ! ભોગ-વિલાસના શોખીન બિઝનેસમેનને આ સિવાય બીજું શું જોઈએ? નવા બુર્ઝુઆ નવા વિલાસ! એક ચેનલે ભોગ-વિલાસની કહાનીને સાંજે સાત વાગે કહી, એકે ત્રણ, એકે બે, બાકીનાએ એક-એક દિવસ! ટીવીની સ્ક્રીન ઉપર એન્કર બોલતા રહેતા, બીજી બાજુ ઈન્ડિયા ટૂડેલખી-લખીને જણાવતું રહ્યું કે કઈ બેન્કથી કેટલી લોન લીધી, સત્તર બેંકોમાંથી કુલ આટલા માર્યા અને એલર્ટ હોવા છતાં પણ નીકળી ગયા! કોણ એકત્રિત કરશે, કેવી રીતે એકત્રિત કરશે?
માલ્યાની માલ લૂંટવાની લીલાની દરેક કહાની ચમત્કારી રહી. માલ્યા જી જ્યારે પણ દૃશ્યમાં આવતા, તેમની સાથે લપેટાયેલી ચોંટેલી પાંચ-દસ સુંદરીઓ જરૂર હોય જ. તે ક્યારેક શેઠ, ક્યારેક પંક દાઢી, ક્યારેક ચોટલીમાં પ્રગટ થતાં. ઘણી સુંદરીઓના ચહેરા ફિલ્મી હિરોઈન સાથે મળતા-ઝૂલતાં. આ જલવો સામાન્ય દર્શકને જલાવતા હોય એવા દેખાતા! કાશ, આપણે પણ માલ્યાજીની જેમ માલેતૂજાર હોત! અમે પણ તેના જેવા કેસાનોવા હોત! જે રીતે કહાની આવી તેનાથી માલ્યાજી જેટલાં એક્સપોઝ થયા એટલો જ તેમનો રૂઆબ વધતો દેખાયો કે જુઓ આ બધું છતાં જો માલ હોય તો દરેક હરામીગીરી બાદ પણ બચીને ભાગી શકાય છે.
આવા મામલાને ખોલવાની, તેમની પાછળ પડી જવા માટે ખૂબ જ પ્રખ્યાત એક ટીવી ચેનલના એન્કરે પોતાની ફ્રેમમાં બેઠા બેઠા ક્રોધમાં પોતાના હાથ મસળ્યાં અને લાખ રૂપિયાનો સવાલ પૂછ્યો કે જણાવો આ સમયે માલ્યા કયા શહેરમાં છે? બધા ચૂપ, પણ એક ખબરીલાલે કડક દાવો કર્યો કે તે આ સમયે લંડનમાં છે. ત્યારે એન્કરે આગળ જોડ્યું કે તે જેટ એરવેઝની આ ફ્લાઈટથી આટલા વાગે ભાગ્યા છે. મન થયું કે માલ્યા જીને આ પરાક્રમ માટે તેમને હાર પહેરાવી દઉં. માલ્યા જીની લીલાના જલવાની કહાની નિંદા-સ્તૂતિથી પર થઈને કમનીય થઈ ગઈ છે. ભ્રષ્ટાચારની વાર્તાઓ જે રીતે આવે છે તેમાં હંમેશા ખલનાયકને ક્રમશઃ નાયક બનતો નજરે પડે છે કેમ કે આપણે જાણીએ છીએ કે તે પકડથી બહાર જ રહેવાનો ચે. તેની બદમાશી આપણા પર રૂઆબ છાંટવા માંડે છે.
હવે ચેનલનો એન્કર દર વકીલોને લઈને લાખ બેસી રહે અને કાયદાની ગૂંચ ઉકેલતા રહે, બોસ તો હજુ પણ સુંદરીઓની વચ્ચે ક્રુઝ પર નાચી રહ્યા છે. આવી વાર્તાઓમાં એન્કરોની અંદરોઅંદરની ઈર્ષ્યાઓ આવી વાર્તાને વધારે મસાલેદાર બનાવી દે છે. એકે કહ્યું કે તે મીડિયા તેને બચાવવામાં લાગ્યું છે જેના લોકો તેના વિલાસમાં ભાગીદાર થયા કરતા હતા. એટલે કે માલ્યા જી આગામી લીલા કરે તો તેને સાચવી લે!
એક ચેનલ યમુનાના એ વિસ્તારથી વાતચીત બતાવવા લાગી જ્યાં સમારોહનો મંચ બન્યો હતો. સમારંભવાળાની ખૂરશીઓ અને ત્યાં જ બેઠેલા લોકોની ટિકા. પણ સમારંભવાળાઓ તેને ડેમોક્રેટિકલીસહન કરી ગયા. એકે કહ્યું કે અમે યમુનાની કાળજી રાખીશું, એક વૃક્ષ પણ નથી કાપ્યું, અને ગુરૂજીએ કહ્યું છે કે અમે અહીં બાયોજાવર્સિટી પાર્ક બનાવીશું, અમારા સ્વયંસેવકો યમુનાને સાફ કરવામાં ઘણાં વખતથી લાગેલા છે.
અંતમાં સંસ્કૃતિ મંત્રીએ સાર કાઢ્યો કે ગંગા જ્ઞાનની નદી છે, યમુના રાસની એટલે કે સંસ્કૃતિની નદી છે. યમુના કિનારે આ આયોજનથી ભારતીય સંસ્કૃતિને આપણે દુનિયા માટે શો કેસકરી શકીશું કે કઈ રીતે આપણી સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉપયોગી છે. અંતમાં સૌ લોકો એનજીટીને કોસતાં દેખાયા કે માત્ર પાંચ કરોડનો જ દંડ કેમ લગાવ્યો? પણ સંદેશો એ જ પ્રસારિત થયો કે આ રીતે નિપટવાથી ભાવિ આયોજનો માટે રસ્તા ખૂલ્યાં. ચેનલોમાં થઈ રહેલી ટિકા ટિપ્પણીઓ જે ટિકાપાત્ર નથી તે મહિમા જ સ્થાપિત કરે છે એટલે તેની આલોચનાને કોઈ ગંભીરતાથી લેતું નથી. તે જેની નિંદા કે ટિકા કરે છે તેની જ સ્તૂતિ બની જાય છે.
પરંતુ એક ચેનલ માટે અનુપમ ખેર સૌથી મોટા ટોલરેન્ટ હીરો નજર આવ્યા જેમણે જસ્ટીસ ગાંગુલીની ઈંટોલરન્સ પર જોરદાર ટિકા કરી અને સૌની બોલતી બંધ કરી દીધી. ટેલિગ્રાફ દ્વારા આયોજિત સંવાદમાં ખેરે અફઝલ ગુરૂના જેેએનયુના પક્ષકારોને આડે હાથ લીધા અને એવું એવું સંભળાવ્યું કે પ્રજાની સાથે કાજોલ પણ તાળીઓ પાડવા લાગી. જસ્ટીસજીને તો એકથી એક ચડિયાતા નિંદા વાક્યો સંભળાવવામાં આવ્યા અને અંતે આદરણીય શ્રીમાન માફ કરશોકહી પતલી ગલીથી નીકળી ગયા. મંચ પર ચર્ચા કરવા માટે બે જૂથ હતા, એક બાજુ બરખા દત્ત અને રણદીપ સુરજેવાલ ટાઈપ હતા, બીજી બાજુ સુપર ફાઈટર ખેર, કાજોલ અને સુહેલ સેઠ ટાઈપ હતા. વાક્‌છટા જ નહિ, અસુરક્ષિતને સુરક્ષિત બનાવવા માટે ચંટવિદ્યા અને બુદ્ધિ ચાતૂર્યની જરૂર હોય છે અને આપણે ત્યાં એવા અકલમંદોની કોઈ અછત નથી!
-અભિજિત
17-03-2016

No comments:

Post a Comment