Tuesday, March 15, 2016

સંસદમાં અવાજો સંભળાય છે પણ અર્થહીન !

એક વ્યક્તિ રોટી બોલે છે, એક વ્યક્તિ રોટી ખાય છે. ત્રીજી વ્યક્તિ પણ છે જે ન રોટી બોલે છે, ન રોટી ખાય છે તે માત્ર રોટીથી રમે છે, હું પુછું છું- આ ત્રીજી વ્યક્તિ છે કોણ? મારા દેશની સંસદ ચૂપ છે.
સુદામા પાંડે ધૂમિલએ ક્યારેક આ સવાલ પોતાની કવિતામાં ઉછાળ્યો હતો. સંસદ ચૂપ રહી, તેનો જવાબ અત્યાર સુધી નથી આવ્યો. એવા ઘણાં સવાલ આજે પણ સંસદની દિવાલોને ટકરાતા દેખાઈ રહ્યા છે. ફરક માત્ર એટલો આવ્યો છે કે આજે સંસદ મૌન નહિ પણ ત્યાં એટલો શોરબકોર છે કે અવાજો સંભળાઈ રહ્યા છે પણ અર્થ ગાયબ છે. ત્યાં મુદ્દા ઉઠે છે, પણ જનતા જનાર્દનના મતલબનું ઓછું અને પોતાની રાજકીય ખીચડી પકવનારા વધારે હોય છે. કદાચ એ જ કારણ છે કે માયા બોલ્યા કે સ્મૃતિ, રાહુલ બોલ્યા કે રાજનાથ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી- તે બોલવું માત્ર પોતાની ઉપસ્થિતિને જોરદાર રીતે રજૂ કરવા સમાન થઈ જાય છે. અને રોહિત વેમુલા જેવા આત્મા માત્ર કણસતી રહી જાય છે. પરિવાર ન્યાય માટે તડપતા રહી જાય છે.
પણ માનનીયોને કદાચ એ વાતની પરવા પણ નથી કે તે હવે જાહેર હસ્તી છે. પ્રજા આશા રાખે છે કે માનનીયોનું આચરણ કંઈક એવું હોય કે તેમની પ્રેરણા લઈ શકાય. પણ આ માનનીયતો પોતાની ધૂનમાં ડૂબેલા રહે છે. તેમને જ ખબર નથી પડતી કે તેમણે શું કહ્યું, શું કર્યું? બીજાની વાત સાંભળવાની વાત તો દૂર રહી.
જો તેમને જાહેર છબિની ચિંતા હોત તો સંસદમાં કદાચ જ આ બધું થઈ રહ્યું હોત જે હવે થઈ રહ્યું છે. સંસદના જીવંત પ્રસારણની સાથે હવે દેશનો દરેક નાગરિક ન માત્ર તેમની કાર્યવાહીના સાક્ષી છે પરંતુ તેની પર તેમના પોતાના અભિપ્રાય આપવા પણ સ્વતંત્ર છે. એવામાં માનનીયો પાસેથી થોડી વધારે સાવધાનીની અપેક્ષા હતી જે હાંસલ નથી થઈ. સંસદની કાર્યવાહીને જોનારાને એ સહેજપણ પ્રતીત થઈ જાય છે કે ત્યાં જે પણ થઈ રહ્યું છે તે દેશના હિત માટે બિલકુલ પણ નથી થઈ રહ્યું.
એવા સમયમાં જ ઈટાલિયન બુદ્ધિજીવી અંબર્તો ઈકોની યાદ આવે છે અને તેમના આપણને છોડીને ચાલી જવું ખટકે છે. તે મુસોલિનીના ઈટાલીમાં જન્મ્યા હતા. તેમના દેશભક્તિના સૂત્રો અંબર્તોને ખૂબ લલચાવતા હતા. પોતાના શાળાના દિવસોમાં તે મુસોલિનીના ભાષણ ગોખી ગોખીને લેખન સ્પર્ધા જીત્યા કરતાં હતાં. તેમણે પોતાના એક લેખમાં કહ્યું હતું કે જ્યારે મુસોલિનીનો કાળ ખતમ થયો અને ૧૯૪૫માં પાર્ટિઝન્સ મિલાનના નેતા મીમો કાબિજ થયા, તો અંબર્તો પણ મીમોને સાંભળવા ગયા. મીમોનો એક પગ યુદ્ધમાં કપાઈ ચૂક્યો હતો. તે પોતાની બાલ્કનીમાંથી લોકોને સંબોધિત કરવા આવ્યા. આ આઝાદી માટે તેમણે ખૂબ ધીમે અને શાંત અવાજમાં સૌનો ધન્યવાદ વ્યક્ત કર્યો અને પરત ફરી ગયા. અંબર્તોને તે દિવસે સમજમાં આવ્યું કે આઝાદીનો મતલબ જૂઠ્ઠો અને નકલી શબ્દોથી મુક્ત થવાનો પણ છે.
પણ અફસોસ કે આપણા દેશમાં આપણાં માનનીયોને આ વાત સમજમાં નથી આવી રહી. અહીં સૌનો ઝઘડો ખૂદને સ્થાપિત કરવા માટે છે. મેં (કે મારા પક્ષે) જે પણ કર્યું તે ખોટું નથી પરંતુ સામેની પાટલી પર બેઠેલા લોકોએ જે કર્યું તે ખોટું છે. કોઈએ દેવી દૂર્ગાને ગાળ આપી તો તેને સંસદમાં વાંચીને સંભળાવવાથી જ તેની ગંભીરતા માલૂમ થઈ શકતી હતી. એટલે તેને વાંચીને સંભળાવવામાં આવ્યું. જોકે એવું નથી થયું. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાની જેમણે સંસદના એ મંચ પરથી પોતાની અદ્‌ભૂત અભિનય અને વાક્‌છટાનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો, સ્પષ્ટ છે કે એટલી પ્રશંસા તેમના તર્કોની ન થઈ જેટલી તેમની જ્વલંત ભાષણ કળા અને હુમલાખોર અંદાજની થઈ. પણ સવાલ એ છે કે શું તે મુદ્દાનું કોઈ સમાધાન રજૂ કરી શક્યા?
હા દેશને અંદાજ જરૂર આવી ગયો કે તેમના માટે ભારતનો અર્થ માત્ર ઉત્તર ભારતનો સવર્ણ વર્ગ છે. દેશની આગેવાની કરનારાને દેશની વિવિધતાનો અંદાજ જ નથી. ભારતના ઉત્તરમાં રામ મર્યાદા પુરૂષોત્તમ છે તો દક્ષિણમાં રાવણ પણ પૂજવામાં આવે છે. હા, દેશના પાટનગરમાં સમગ્ર હિન્દુસ્તાનથી આવીને વસેલા લોકો છે જ્યાં અસ્મિતાનો ટકરાવ થવો યોગ્ય છે. પણ સરકારનું કામ છે ટકરાવને ઓછો કરવાનું ન કે એક પક્ષ તરફ ઊભા રહીને માં દૂર્ગાની પૂજા કરનારાઓની આગેવાન બની જવાનું.
તેમના હેઠળ આવનારા શિક્ષણ વિભાગનું કામ જ છે મૂલ્યાંકન કરવાનું અને તે નાતે તેઓ કોઈને પાસ કરશે તો કોઈને નાપાસ. આ વખતે આ મુદ્દે આ વિભાગના વડા નાપાસ થતા દેખાયા. દેવી દૂર્ગાની આડમાં પક્ષો પોત-પોતાનો રાજકીય રોટલો શેકવાની જે રમત રમ્યા, તે કોઈનાથી છૂપું નથી. કદાચ કોઈ દેવી દૂર્ગાના મુદ્દા પર કોંગ્રેસ સાંસદ આનંદ શર્માના અસલી હેતુથી અજાણ છે? સ્મૃતિ ઈરાનીએ જે અક્ષરશઃ વાંચીને લોકોની ભાવનાના આવેશમાં વહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાહવાહી લૂંટી, શર્મા તેને ભારતીય જનતા પાર્ટીના મોં પર પલટીને પોતાના પક્ષના રાજકારણને ચમકાવવા માંગતા હતા. તેથી, મુદ્દો એ છે કે સંસદમાં જે મુદ્દા પર ચર્ચા થવી જોઈએ અને ચર્ચા બાદ રસ્તો નીકળવો જોઈએ, તે થતો નથી દેખાઈ રહ્યો. પણ દેખાઈ રહ્યું છે કે જબરદસ્તીનો મુદ્દો બનાવવામાં આવી રહ્યા છે જેથી જરૂરી મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકી જાય. અત્યારે હાલમાં જ દેવીની પ્રતિ લોકોની આસ્થાની આડમાં સંસદમાં જે થયું, શું તે ઠીક છે? ભારત વિભિન્ન વિશ્વાસોનો દેશ છે. હાલમાં જ સાવરકરના ભાઈએ એક પુસ્તકમાં કહી દીધું કે જીસસ ક્રાઈસ્ટ હિન્દુ હતા. ખ્રિસ્તી સમાજ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવી. પ્રતિક્રિયા ન આપવાના કારણે જે શંકા આ સમાજને દેખાઈ, તેનું પરિણામ છે કે આ વાક્ય મુદ્દો બને તે પહેલાં જ નેપથ્યમાં ચાલ્યું ગયું. તામિલનાડુમાં ઘણી નાની જગ્યાઓ ઉપર મધર મરિયમની મૂર્તિ સાડી અને દક્ષિણ ભારતીય શૈલીના આભૂષણોમાં દેખાય છે. કેટલીક પેઢી પહેલાં ખ્રિસ્તી થયેલા લોકો મધરને મરિયમ્માકહે છે. આપણે ત્યાં ધર્માંતરણની ચર્ચામાં બિલકુલ નહોતા પડવા માંગતા, બસ એ કહેવા માંગે છે કે લોકોની આસ્થાનો અધિકાર તેના ઉપર જ છોડી દેવામાં આવે. એક ખાસ આસ્થાનું વર્ચસ્વ વધારવા માટે કેન્દ્ર કે રાજ્ય દંડો લઈને ઊભા ન થઈ જાય.
પરંતુ માનનીયોની પ્રયોગશાળાએ તો એ સિદ્ધ કર્યું છે કે ધર્મની લાઠીથી આ દેશની પ્રજાને હાંકી શકાય છે. એટલે તે સમાજમાં ધર્મના મુદ્દા પર અતિરિક્ત સંવેદનશીલથવાનો દેખાડો કરે છે અને પ્રજાને તેમાં જ ઉલઝાવીને રાખવા માંગે છે. ધાર્મિક ધ્રુવીકરણ માટે જ ધર્મના આધાર ઉપર આરક્ષણની માંગ કરી રહ્યા છે. ખાસ યોજનાઓની પણ જાહેરાતો થાય છે. લઘુમતિઓના ધાર્મિક અધિકારની સુરક્ષાના નામ પર જેટલું રાજકારણ રમાય છે અને લઘુમતિઓની રાજકારણ અને સામાજિક સ્થિતિ શું છે તે જણાવવા માટે સચ્ચર કમિટીનો અહેવાલ જ કાફી છે.
અહીં આપણે રાજ્યોની વિધાનસભાઓની વાત નથી કરી રહ્યા. ત્યાં તો લાત-મૂક્કા ચાલી ચૂક્યા છે. કપડાં ફાડવાથી લઈને માઈક તોડવા જેવા અશોભનીય દૃશ્ય સામે આવ્યા છે કે દેશની સંસદમાં જે પણ થઈ રહ્યું છે તે દેશના કરોડો મતદારોનો અવાજ હોય છે. તો શું આ વખતે ધર્મની આડમાં જે કંઈ થયું, જે તર્ક-વિતર્ક થયા, માથા કાપીને ચરણોમાં સોંપી દેવા જેવા સંવાદો કહેવાયા, તે દેશની પ્રજાનો અવાજ હતો? આ મુખ્ય મુદ્દાને દિશાહીન કરી તેને હાંસિયા પર ધકેલી દેવાની આવડત હતી. રોટી-કપડાં અને મકાન જેવા પ્રજાના મુદ્દા ગાયબ છે અને દિમાગમાં માત્ર શોરબકોરની સ્મૃતિ છે. સ્મૃતિ ઈરાની આ મુદ્દો ન પણ ઉઠાવતે તો દેશમાં દેવી દૂર્ગાની આસ્થાને કોઈ જોખમ ન થયું હોત. પરંંતુ કેમેરાની નજરથી સંસદને જોઈને આપણી એ આસ્થા પણ ડગમગી ગઈ કે આપણા માનનીય આપણો અવાજ છે.
એક દિવસ સ્મૃતિ ઈરાની પોતના સંવાદ બોલવાની અને અભિનયને મજબૂત રીતે મનાવે છે તો બીજા દિવસે આનંદ શર્મા કે સીતારામ યેચૂરી તે મુદ્દાને ચોરાવીને હુમલાખોર બની જાય છે. આવા અરાજક વાતાવરણમાં સંસદની કાર્યવાહી ઘણીવાર ઠપ્પ રહી. ફરીવાર કાર્યવાહ જ્યારે શરૂ થઈ તો પક્ષો ભક્તિ પર શક્તિ પ્રદર્શન કરતા રહ્યા. લાગ્યું કે દૂર્ગા તો છે, સરસ્વતી લુપ્ત થઈ ગઈ છે.
દેશના વિકાસ અને પ્રગતિનું માળખું ખેંચનારા સાંસદોએ એ સમજવું જોઈ કે ખાલી વિકાસની વાતો અને પોતાની ઉપલબ્ધિઓનો ડંકો વગાડીને તે પોતાના આચરણનો દાગ ન ધોઈ શકે. દેશે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની કમાન સોંપી છે તો તે સ્મૃતિ ઈરાનીના આવા ભાષણ પર તાલીઓ વગાડીને કે ટિ્‌વટ કરવા માટે નહિ, પરંતું તેના ઉપર કોઈ સૈદ્ધાંતિક વલણ લેવા માટે અપાઈ છે. અત્યારે સરકારનું પહેલું જ વર્ષ પૂરૂં થયું છે કે નિરાશાના અંધકાર લોકોને ઘેરી રહ્યા છે કેમ કે દેશને લઈને અત્યાર સુધી તમામ જાહેર છે. અને જ્યારે બજેટ સત્રમાં વડાપ્રધાન બોલ્યા તો તેમાં પણ તાલી મેળવવાના સંવાદ જ વધારે હતા. વડાપ્રધાનની અસલ મુદ્દા પર ચૂપકીદી હવે ડરાવે છે. દુષ્યંત કુમારના શબ્દોમાં, ‘ખામોશી શોરથી સાંભળે છે કે ગભરાય છે, ખામોશી શોર મચાવવા લાગે, આ તો હદ છે’. હવે જો ચૂપકીદીનો આ શોર ખતમ કરવાની ઈમાનદાર શરૂઆત ન થઈ, હાંસિયામાં પડેલા જરૂરી મુદ્દાને મુખ્યધારામાં લાવીને કામ ન કરાયું તો ખરેખર ઘણું મોડું થઈ જશે. પછી પશ્ચાતાપ કરવાનો પણ કોઈ ફાયદો નહિ રહે.
-અભિજિત
15-03-2016

No comments:

Post a Comment