Sunday, March 6, 2016

ઈશરત જહાંના કેસમાં ચાલી રહેલું ભદ્દું રાજકારણ!

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ આ દિવસોમાં બેવડી મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે. એક છે કે તેના પુત્ર કાર્તિ ચિદંબરમ ઉપર નાણાંકીય અનિમિતતાનો આરોપ લાગેલો છે. અને કાર્તિ દ્વારા તેમને પણ ઘેરવામાં આવી રહ્યા છે. જોકે તામિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસે દ્રમુક સાથે જોડાણ કરી દીધું છે, એટલે કાર્તિના મામલે જોર-શોરથી ઉઠાવવામાં સૌથી વધારે દિલચશ્પી અન્નાદ્રમુકને દેખાઈ રહી છે, જેણે આ મુદ્દે ઘણી વાર સંસદની કાર્યવાહી અટકાવી છે. બીજી મુશ્કેલી ખૂદ ચિદંબરમ પર લાગેલા આરોપ છે.
તેમના ગૃહમંંત્રીના કાર્યકાળ દરમિયાનના સચિવ ગોપાલ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે ઈશરત જહાં મામલામાં સરકારનું સોગંધનામું ખુદ ચિદંબરમે બદલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૦૪માં અમદાવાદમાં ઈશરત જહાં અને તેના ત્રણ સાથીઓ પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા. આરોપ લાગ્યો છે કે આ અથડામણ નકલી હતી. તપાસ થઈ અને કાર્યવાહી પણ શરૂ થઈ. ગુજરાત પોલીસના સાત અધિકારીઓને જેલમાં જવું પડ્યું. વર્ષ ૨૦૦૯માં કેન્દ્ર સરકારે અદાલતમાં એક બીજું સોગંધનામું આપ્યું હતું, જેમાં ઈશરતને આતંકવાદી ગણાવી હતી. પણ ત્યારબાદ એક બીજું સોગંધનામું અપાયું જેમાં ઈશરતને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયા હોવાના તમામ ઉલ્લેખો હટાવી લેવાયા હતા.
પિલ્લઈનું કહેવું છે કે બીજું સોગંધનામું ખુદ ચિદંબરમે લખાવ્યું હતું. આ સમયે ગૃહ મંત્રાલયના એક અન્ય ભૂતપૂર્વ અધિકારી આરવીએસ મણિએ આરોપ લગાવ્યો છે કે યુપીએ સરકારના સમયે ઈશરતને આતંકવાદી નહિ બતાવવાને લઈને તેમના પર દબાણ નાખવામાં આવ્યું હતું, સોગંધનામું બદલવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. મણિએ ત્યાં સુધી કહ્યું કે આ બધા માટે એસઆઈટીના વડાએ તેના સિગરેટથી ડામ આપ્યા અને સીબીઆઈ તેમનો પીછો કરતી હતી. સરકારી સાક્ષી બની ચૂકેલા ડેવિડ હેડલીની જુબાનીમાં પણ ઈશરતના લશ્કર સાથે સંબંધિત થવાની વાત સામે આવી ચૂકી છે. સ્પષ્ટ છે કે, આ ખુલાસાઓએ ચિદંબરમને તો મુશ્કેલીમાં મૂકી દીધાં છે, કોંગ્રેસને પણ બચાવની મુદ્રામાં લાવીને ઊભી કરી દીધી છે.
ચિદંબરમે માન્યું કે સોગંધનામું બદલવા પાછળ એમનો હાથ હતો, પણ તેમનું કહેવું છે કે બીજું સોગંધનામું આપવાની જરૂરિયાત એટલે ઊભી થઈ કેમ કે ત્યાં સુધીમાં તમામ તથ્યો અને પુરાવા સીબીઆઈના હાથમાં આવી ગયા હતા, જે પહેલાં સોગંધનામા વખતે નહોતા મેળવી શકાયા. જો માની લેવામાં આવે કે સફાઈ પર્યાપ્ત નહોતી અને ચિદંબરમની ભૂમિકા શંકાસ્પદના ઘેરામાં છ, ત્યારે પણ કેટલાંક સવાલ ઉઠ્યા છે. પિલ્લઈ અને મણિ આટલા લાંબા સમય સુધી કેમ ચૂપ રહ્યા? કોંગ્રેસે પિલ્લઈ પર પલટવાર કરતાં પૂછ્યું છે કે અદાણીની કંપની સાથે જોડાયાના સાડા છ વર્ષ બાદ જ તેમણે પોતાના ઉપર દબાણ નાખનારા ખુલાસા કરવાની કેમ જરૂરિયાત પડી? એ અનુમાન કરી શકાય છે કે સીબીઆઈ ગૃહ મંત્રાલયના હેઠળ હોવાના કારણે તત્કાલિન ગૃહમંત્રીના દબાણમાં જ રહી હશે.
પરંતુ ઈશરત મામલાની તપાસ અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પણ કરી હતી અને હાઈકોર્ટે પહેલાં રચેલા એસઆઈટી એટલે કે વિશેષ તપાસ સમિતિએ પણ કરી હતી. શું તેમની તપાસના તારણ એકદમ ખોટ્‌ટાં અને પિલ્લઈ તેમ જ મણિના હવે જઈને આ ખુલાસાને સંપૂર્ણ રીતે સાચા માની લેવામાં આવે? તાજા ખુલાસાના મદ્દેનજર આ સમગ્ર મામલાની ફરીથી તપાસનું સૂચન આવ્યું છે. પણ ત્યારે સીબીઆઈ સરકારના દબાણમાં આવી ગઈ હશે, તો શું ગેરંટી કે અત્યારે નહિ આવે? આ વિવાદે ફરી એકવાર સીબીઆઈને સ્વાયત્ત બનાવવાની માગણીને ઔચિત્ય પ્રદાન કરી રહી છે.
-અભિજિત
06-03-2016

No comments:

Post a Comment