Wednesday, March 2, 2016

અંદરોઅંદર લડવું આપણી નિયતિ છે ?

આજે સ્થિતિને જોતાં શું આપણે ઘણાં બધા લોકોને એવું નથી લાગતું કે બદલતા સમયની સાથે આપણે વધારે અસંવેદનશીલ અને અરાજક થવા માંડ્યા છીએ? પારકાંની વાત તો જવા દો, આપણી અંદર પોતાની જ આલોચનાને સાંભળવાનું સાહસ કદાચ હવે નથી રહ્યુ. ખૂબ જ મામૂલી વાતો અથવા મહત્વહિન મુદ્દાઓ પર લોકો અંદરોઅંદરમાં આ રીતે ભીચકાઈ જાય છે, જાણે લડવું આપણી નિયતિ થઈ ગઈ હોય!
બીજાને પોતાના અનુરૂપ બનાવવાની ચાહે આપણને એવા મોડ પર લાવીને ઊભા કરી દીધાં છે કે, જ્યાં આપણા જ દેશની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છીએ. ક્રાંતિકારીઓ દ્વારા વરસોના સંઘર્ષ બાદ મળેેલી આઝાદીનું ખૂલીને આ પ્રકારે મજાકઉડાવી રહ્યા છીએ જેમ કે આ દેશ, અહીંના નાગરિકો આપણા માટે કશું જ નથી. બીજી બાજુ, દરેક વાતને પોતાના અનુરૂપ બનાવવા કે હોવાની શરત નક્કી કરતાં મુઠ્ઠીભર લોકો હવે એ નક્કી કરી રહ્યા છે કે, આપણે કઈ વિચારધારાની સાથે રહેવું જોઈએ, કોની સાથે નહિ. જાણે કે દેશની ગરિમાથી વધારે તેમને પોતાની કથિત વિચારધારા સાથે વધારે લગાવ છે.
કેવી વિડંબણા છે કે દિન પ્રતિદિન ટેકનીકલ શોધ આપણી જીવન-શૈલીને સરળ બનાવી રહી છે, પરંતું આપણે જ્ઞાન-વિજ્ઞાનને લગભગ ધક્કા મારતાં વધુ ધર્મબંધુ અને પોતાને વધારે કટ્ટર સાબિત કરતા ભક્ત બનવા માટે આગળ વધી રહ્યા છીએ. સૌના પોત-પોતાના ગોડ-ફાધરછે અને સૌ પોત-પોતાના તે ગોડ-ફાધરોની છબિની સુરક્ષા કરવા માટે સોશ્યલ મીડિયાને લઈને જમીન સુધી તે હંમેશા વ્યસ્ત રહે છે અને પોતાની આલોચના સાંભળવાનું સાહસ કોઈ પણ પક્ષમાં નથી. પોતાના વિરોધીઓ કે આલોચકોને સબકશીખવવા હવે બંને તરફના ભક્ત-સંપ્રદાયના મુખ્ય કામ બની ગયું છે.
તેનાથી વિપરિત જ્યારથી સોશ્યલ મીડિયા પર ફોટો શૉપ કરીને ચીજોને રજૂ કરવાનું ચલણ વધ્યું છે, ત્યારથી એ પણ ખબર નથી પડતી કે અસલી શું છે અને નકલી શું! એવામાં ઘણી વાર ભ્રમ ઊભો થાય છે તો તે સ્વાભાવિક જ છે. આ રીતે કઢંગા અને અનામી મુદ્દાઓમાં દેશ અને પ્રજાને દરેક વખતે ફસાવી રાખવામાં આવે છે, જેનો કોઈ મતલબ નથી હોતો. રાઈનો પહાડબનાવી દેવાની હવે ફેશનની શ્રેણીમાં આવી ગયું છે. એક જૂઠાણું એટલી વાર બતાવાયું અને બતાવાય છે કે નાજૂક દિમાગવાળા અંતે તેને સાચ્ચું માનવા લાગે છે.
દરેક વખતના સૂત્રોચ્ચાર, નિવેદનબાજી, હિંસા, તોડ-ફોડ જ હવે દરેકની ચિંતાનો વિષય બન્યો છે. દેશ ક્યાં જઈ રહ્યો છે, તેના પર વિચારવાની ફૂરસત કોઈની પાસે દેખાતી જ નથી. ગરીબ-બેરોજગાર ક્યાં કે કઈ સ્થિતિમાં છે, દેશમાં રોજગારની શું હાલત છે, કેટલાં લોકોની થાળી ખાલી રહી જાય છે, શાળા-કોલેજની શું હાલત છે, દૂરસુદૂરના વિસ્તારોમાં રહેનારા ગરીબ લોકોને હોસ્પિટલ સુધી કેટલી પહોંચ છે, તેની ચિંતા ન તો નેતાઓને છે, ન તો ચિંતકોને, ન તો બુદ્ધિજીવીઓને અને ભક્ત-સંપ્રદાય તો તે વિચારવાની જરૂરિયાત પણ નથી સમજતા. તેમને તો પોત-પોતાના કથિત આંદોલનો અને વિચારધારાઓને હિટકરવા સાથે મતલબ છે.
મને ક્યારેક ક્યારેક ખરેખર આશ્ચર્ય થાય છે તે લોકોના વિચારો સાંભળી-વાંચીને જેને દેશ-સમાજની અંદર હંમેશા ફાસીવાદ સિવાય ક્યારેય કશું સારું નજરે નથી પડતું. જ્યારે તમામ ઉથલ-પાથલની વચ્ચે દેશમાં સમાંતર ઘણું બધું ચાલી રહ્યું છે, દેશ વિજ્ઞાન અને સમાજના સ્તર પર ખૂબ જ મોટી-મોટી સફળતાઓ મેળવી રહી હોય છે. સાચ્ચું તો એ છે કે, ભલે કોઈ માને કે ન માને, ભરેલા પેટે ક્રાંતિ અને ક્રાંતિકારી વાતો ખૂબ જ સરળતાથી કરી શકાય છે, પરંતુ ભૂખને કારણે બે-ચાર લોકોને પહેલાં પોતાના પેટની ચિંતા સતાવવા માંડે છે. ભરેલા પેટે ક્રાંતિના સૂત્રો એટલા ઉત્સાહથી લગાવાય છે, જેટલા ઉત્સાહથી રામ મંદિર બનાવવા માટે લગાવાય છે. બંને તરફની કથિત વિચારધારાઓમાં સહનશક્તિની શક્યતા કદાચ ખતમ થઈ ગઈ છે.
હંમેશા એવું લાગે છે કે આપણે એક દેશ હોવા છતાં પણ ઘણાં નાનાં-નાનાં ભાગોમાં વહેંચાઈ ગયા છીએ. દરેકે પોતાના હિસ્સાની આગળ રેખા ખેંચી રાખી છે. ન કોઈ અહીંથી ત્યાં જઈ શકે છે, કે ન ત્યાંથી કોઈ અહીં આવી શકે છે. વાદ-વિવાદ અને ઝઘડાંએ માનસિકતાઓને પંગુ બનાવી દીધા છે. દુનિયા વિજ્ઞાન અને ટેકનીકના મામલામાં નિરંતર આગળ વધી રહી છે. અને એક આપણે છીએ કે હજુ સુધી જાતિ-ધર્મ અને વિચારધારાઓની આંધળી ગલીમાં ભટકી રહ્યા છીએ.
એક લોકશાહી દેશ હોવા છતાં પણ આપણે તેને વણજાહેર કરાયેલી કટોકટીના  કિનારે લાવીને ઊભા કરી દીધી છે. મત-ભિન્નતાઓ ક્યાં કયા દેશમાં નથી હોતી. પણ એનો અર્થ એ નથી થતો કે આપણે એક-બીજાના લોહીના તરસ્યાં થઈ જઈએ. દેશ, દુનિયા અને સમાજ માત્ર શ્રેષ્ઠ સંવાદથી જ ચાલી શકે છે. ન જાણે ક્યાં આવી ગયા છીએ આપણે, જ્યાં આલોચનાનો વિકલ્પ હિંસા બની રહી છે.
-અભિજિત
02-03-2016

No comments:

Post a Comment