Saturday, March 5, 2016

વિશ્વ વેપારમાં ભારતની પછડાટ !

સરકારના તમામ પ્રયાસો છતાં વિશ્વ બજારમાં આપણી નિકાસ સતત ઘટતી જઈ રહી છે. વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિ પહેલા વિશ્વ વેપારમાં ભારતનું યોગદાન પચ્ચીસ ટકા હતું. તે બ્રિટિશ શાસનમાં ઘટીને તેર ટકા થઈ ગયું હતું. આઝાદી બાદ તે ત્રણ ટકા હતું અને આજે તે એક ટકાની આસપાસ છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં નિકાસમાં ઘટાડો ચાલુ રહ્યો તો સતત બીજા વર્ષે ઘટાડો નોંધાશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દેશના ચલણની કિંમત ઓછી થાય તો નિકાસમાં તેનાથી મદદ મળે છે. વિડંબણા એ છે કે એક તરફ રૂપિયાનું વિક્રમી અવમૂલ્યન પણ થયું છે અને બીજી બાજુ નિકાસ વધવાને બદલે ઘટી રહી છે. વૈશ્વિક મંદીને કારણે વિશ્વ વેપારના પડકારો વધ્યા છે. તેમ છતાં જૂટના સામાન, મસાલા, હસ્તશિલ્પ, ચ્હા, ફળો તથા શાકભાજીની નિકાસમાં વૃદ્ધિ દર સારો રહ્યો છે. 
એ ઠીક છે કે દુનિયાના કોઈ પણ દેશ આજે વૈશ્વિકરણથી અલગ-થલગ નથી રહી શકતું. ભારત પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક ભાગ બની ગયું છે. પણ કોઈ પણ પ્રકારે આર્થિક સુધારા લાગુ કરવા બાદ પણ, જેમાં વ્યાપારિક સુધારો પણ સામેલ છે, કેટલાંક લોકોને તેનો લાભ થશે તો કેટલાંકને નુકશાન. પણ તેનો અર્થ એ ક્યારેય નથી કે કોઈ એવો હલ ન હોઈ શકે જેમાં સુધારાથી ફાયદો થાય. 
આર્થિક ઉદારીકરણના લગભગ પચ્ચીસ વર્ષની સફરમાં ભારતે ઘણાં ઉતાર-ચડાવ જોયા છે. આજે આપણે દેશ દુનિયાની તેજીથી ઊભરી રહેલી આર્થિક શક્તિઓમાં ગણાઈ રહ્યા છીએ. એક નવા મધ્ય વર્ગનો ઉદય થયો છે. પરંતુ, મોંઘવારી અને બેરોજગારી પણ વધી છે. તેથી એ સવાલ પણ ઉઠે છે કે શું આપણે આપણી નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ. સતત આઠ ટકાનો વિકાસ દર હાંસલ કર્યા બાદ હવે તેમાં ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગરીબી અને અમીરીની ખાઈ વધુ ઊંડી થઈ છે. સામાજિક અસંતુલનના કારણે નક્સલી હિંસાનો ફેલાવો વધ્યો છે. કાળાં નાણાંનો પણ ઝડપથી વધારો થયો છે. આર્થિક સુધારાની નીતિઓથી કોર્પોરેટ ક્ષેત્ર વધુ માલદાર થયું છે. 
પરંતુ હવે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે અને આપણા વિદેશ વેપારનું નુકશાન સતત વધી રહ્યું છે. માંગમાં ઘટાડાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે. સરકારે ઘણાં નવા કાર્યક્રમ શરૂ કર્યા છે, પણ હજુ તેના પરિણામ આવવાના બાકી છે. વાસ્તવમાં આર્થિક સુધારા અને વિશ્વ વેપાર સંગઠનની સમજૂતિથી ઊભાં થયેલાં પડકારોના સંદર્ભમાં તે જરૂરી થઈ ગયું છે કે આપણે સંપૂર્ણ ધ્યાન પ્રતિસ્પર્ધાના મંત્ર પર કેન્દ્રિત કરવું જોઈએ. આ પ્રતિસ્પર્ધામાં એવા સુરક્ષાત્મક પગલાં આપણે લેવા જોઈએ જેથી તેનાથી આ પ્રતિસ્પર્ધામાં આપણું અસ્તિત્વ પણ કાયમ રહી શકે અને દેશનો વિકાસ પણ થાય. તેના માટે રાષ્ટ્રીય લક્ષ્ય વિશુદ્ધ લાભને નિર્ધારિત કરવી જોઈએ અને ક્ષતિપૂર્તિના કેટલાંક એવા પગલાં અપનાવવા જોઈએ કે જેથી લોકોને નુકશાન થયું હોય, તે લોકોને ક્ષતિની જરૂર પૂર્તિ થાય. ઘરેલુ આર્થિક સુધારા તથા બહુપક્ષીય વાતચીત તે હદ સુધી ચાલુ રાખવી જોઈએ જ્યાં સુધી રાષ્ટ્રીય શુદ્ધ લાભને સકારાત્મક થવાની સ્થિતિ થાય. 
આર્થિક સુધારા માટે મોટાભાગે પ્રજાનું સમર્થન કાયમ રાખવા માટે લોકોની ક્ષતિ પૂર્તિ કરવાનું આપણે ધ્યાન રાખવું પડશે જેથી ઉક્ત સુધારાના કારણે નુકશાન થયું છે. ઉક્ત ક્ષતિપૂર્તિ માટે કેટલીક રીતો કાઢવી પડશે, જેમ કે, પૂનઃ પ્રશિક્ષણ, સરળતાથી બીજા કામ અપાવવાની સુનિશ્ચિતતા, નવા વેપાર કરવા માટે નાણાંકીય સહાય વગેરે વગેરે. ઉદ્યોગોને પોતાના માળખા તથા કાર્યપ્રણાલિમાં ભારે અને મૂળભૂત પરિવર્તન કરવા પડશે. પોતાના ઉત્પાદનમાં ગુણાત્મક વૃદ્ધિ, વેચાણની ગતિવિધિમાં કાર્યકુશળતા, ઊર્જા પ્રબંધ અને બજાર પહોંચની વચ્ચે રોકાવા માટે ખર્ચ ઓછો કરવાની વગેરેની જરૂરિયાત હશે. વિકાસ દરમાં વધારાની સાથે સાથે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે નક્કર અને દીર્ઘકાલિન પ્રયાસોની જરૂરિયાત છે. 
પણ હાલમાં જેવી સ્થિતિ છે તેનાથી નથી લાગતું કે વર્તમાન સરકારની શૈલી તેમ જ પ્રણાલિના રહેવાથી ભારત ભૂમંડલિકરણનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. ભૂમંડલિકરણનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે ભારતના વહિવટીતંત્રના સ્તર પર સુધારા લાવવા પડશે. સરકારી સંરક્ષણ ઓછું કરવું પડશે તથા ભૂમંડલિકરણની પ્રક્રિયામાં વધારેને વધારે ભાગીદારી નિભાવવાની સાથે સાથે સરકાર જો ઉચિત વાતાવરણ તથા સમૂચિત મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તો જ ભૂમંડલિકરણની પ્રક્રિયામાં લાભ પ્રાપ્ત થશે, જેમ તેને ઓછી કિંમત પર યોગ્ય માત્રામાં સાચા ગુણાત્મકતાની વીજળી ઉપલબ્ધ કરાવવી પડશે. મૂળભૂત સુવિધાઓ મતલબ સંચાર માધ્યમ, રસ્તાઓ, પરિવહન, બંદરો વગેરે ઉપલબ્ધ કરાવવા પડશે. શ્રમ બજારને લચીલું બનાવવું પડશે જેથી વગર શોષણે ઉચિત મૂલ્ય પર સમૂચિત તેમ જ યોગ્ય પ્રકારના કામદારો ઉપલબ્ધ થઈ શકે, નોકરશાહીના તંત્રને કસવું પડશે, તેમની દૃષ્ટિ બદલવી પડશે તથા તેમને અનુશાસિત કરવા પડશે. તેમને એ શીખવવું પડશે કે તે લોક સેવક છે અને જનહિત પ્રતિ તેમનું સીધું ઉત્તરદાયિત્વ છે. ભ્રષ્ટાચારના આ વાતાવરણમાં ભ્રષ્ટ અધિકારી ભૂમંડલિકરણની પ્રક્રિયામાં વિઘ્નકારક સિદ્ધ થાય છે. અતઃ ભ્રષ્ટ અધિકારીઓથી સતર્ક રહેવા માટે સરકારે પ્રભાવી પ્રણાલિ નિર્મિત કરવી પડશે. સમગ્ર વહીવટી વ્યવસ્થા પારદર્શી, ન્યાયોચિત અને જવાબદાર બનાવવી જોઈએ.
-અભિજિત
05-03-2016
 

No comments:

Post a Comment