Saturday, March 5, 2016

ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ

માનવ સંશાધન રાજ્યમંત્રી અને આગ્રાના સાંસદ રામશંકર કઠેરિયાએ રવિવારે આપેલા પ્રવચનને લઈને સ્વાભાવિક છે કે સંસદમાં હંગામો થયો અને સરકારનો ફજેતો પણ થયો. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અરૂણ માહૌરની હત્યા થઈ હતી. આરોપ છે કે હત્યારા કોઈ મુસ્લિમ યુવક હતો. માહૌરની શ્રદ્ધાંજલિ આપવા માટે બોલાવાયેલી સભામાં વક્તાઓએ એક પછી એક મુસ્લિમ સમુદાયને પાઠ ભણાવવાની વાત કરી, તેમને રાક્ષસ અને રાવણના બાળકો ગણાવતાં તેમને ઘેરવા તથા બરબાદ કરવા માટે તૈયાર થઈ જાવ એવું હિન્દુઓને આહ્વાન કર્યું. ધમકી આપવામાં આવી કે બદલો લેવાની તૈયારી કરી લેવાઈ છે. સભાના મંચ પર સંઘ પરિવારના ઘણાં સ્થાનિક નેતાઓ સહિત કઠેરિયા અને ફતેપુર સિકરીના ભાજપના સાંસદ બાબુલાલ પણ હાજર હતા. આ બંનેએ પણ પોતાના ભાષણમાં એક ખાસ સમુદાય વિરૂદ્ધ વિષ વમન કર્યું. કઠેરિયાએ એટલે સુધી કહ્યું કે પ્રશાસન એ ન સમજે કે મંત્રી બની જવાથી તેમના હાથ બંધાયેલા છે. મુસ્લિમ સમુદાય અંગે વિહિપના શું વિચાર છે અને તેમના પ્રતિ કેવી ભાષા ઉપયોગ કરતું રહ્યું છે તે કશું છુપું નથી. પછી, જ્યારે પોતાના એક કાર્યકરની હત્યા થઈ ગઈ હોય, તો ગમની સાથે ગુસ્સો પણ સમજી શકાય છે.  પરંતુ આ પ્રકરણમાં બે સવાલ ઉઠે છે. એક એ કે સંઘ પરિવારને ન્યાયની સભ્ય અને આધુનિક પરિભાષામાં થોડો પણ વિશ્વાસ નથી? દુનિયાભરમાં ન્યાયિક સિદ્ધાંત એ છે કે કોઈની કર્યાની સજા માત્ર તેને જ આપી શકાય છે, તેના પરિવાર કે તેમની જાતિ કે તેના સમુદાયને નહિ. પરંતુ સાંપ્રદાયિક વિચાર તેનાથી ઉલટો ચાલે છે. બીજો સવાલ એ કે શું ધારાસભ્ય, સાંસદ અને મંત્રીને પણ કાયદા કે શાસન પર ભરોસો નથી? તો પછી તેઓ વિધાયિકાનો અંગ કેવી રીતે બન્યા? તેમણે સંવિધાનની સુરક્ષાના શપથ ભલે લઈ રાખ્યા હોય, પણ સભામાં હાજર બંને સાંસદો અને ધારાસભ્યોને આ શપથના લીરે લીરાં ઉડાવતાં કોઈ સંકોચ ન થયો.
આ પણ કંઈ ઓછી વિડંબણા નથી કે ભાજપે ગયા દિવસોમાં એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લોકોને સંવિધાન સુરક્ષાની શપથ લેવડાવી હતી. પણ જ્યારે ખૂદ પાર્ટીના લોકો સંવૈધાનિક વ્યવસ્થાને ઠેંગો બતાવી રહ્યા હોય, તો આવા કાર્યક્રમનો કોઈ પ્રકારનો અર્થ ખરો? અરૂણ માહૌરના હત્યારાને ઝડપથી પકડી લેવા જોઈએ અને પછી કાયદાકીય કાર્યવાહી ઝડપથી તર્કસંગત પરિણામ સુધી પહોંચવી જોઈએ. ભાજપની સરકાર ઉત્તર પ્રદેશમાં ભલે ન હોય, કેન્દ્રમાં તો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સરકાર પાસે જવાબ માંગી શકે છે, અન્ય રીતોથી પણ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય છે. પણ લાગે છે કે સંઘ પરિવારની અરૂણ માહૌરને શ્રદ્ધાંજલિ આપવાના બહાને મુસ્લિમ સમુદાયને ઘેરવા અને સાંપ્રદાયિક ધ્રુવીકરણને હવા આપવામાં વધારે દિલચશ્પી છે. આશ્ચર્યની વાત નથી કે ભાજપે કઠેરિયાને ક્લિન ચિટ આપી દીધી. પણ એક કેન્દ્રીય મંત્રીના ખૂબ જ આપત્તિજનક નિવેદન માટે પાર્ટીની સાથે-સાથે વડાપ્રધાન પણ જવાબદાર છે. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે પોતાના પહેલા સંબોધનમાં જ આહ્વાન કર્યું હતું કે જો દેશનો ઝડપથી વિકાસ કરવો છે તો લોકો ઓછામાં ઓછા દસ વર્ષ માટે જાતિ-ધર્મના ઝઘડાં ભૂલી જાય. પણ તેમના પોતાના લોકોને જ આ મંજૂર નથી. શું આ વિચારેલી રમત છે કે મોદી દુનિયાને સંભળાવવા માટે સારી-સારી વાતો કરે છે અને વ્યવહારમાં ઉલટા એજન્ડાને આગળ વધારે છે? સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર શું આ રીતે ફળીભૂત થશે!
-અભિજિત
05-03-2016

No comments:

Post a Comment